Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ગાંધીનગર જિલ્લાના સઇજ નજીક રીક્ષા પલ્ટી ખાતા વૃદ્ધા સહીત 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજ કલોલ હાઈવે ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં વૃધ્ધાનું મોત થયું છે. ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ચાંદખેડાના ન્યુ સીજી રોડ ઉપર વિજળી કર્મચારીઓની સોસાયટી મકાન નં.-૧૧માં રહેતા ૬૫ વર્ષીય બબુબેન બચુભાઈ વાઘેલા તેમજ તેમની બે પુત્રી હંસાબેન અને સરોજબેન તથા ત્રણ પૌત્રીઓ રીયાડીમ્પલ અને જૈમિની આજે સવારના સમયે રીક્ષા નં.જીજે--ડીટી-ર૦૬૫માં બેસીને કડી મુકામે સગાઈ પ્રસંગે જઈ રહયા હતા તે દરમ્યાન અડાલજ કલોલ હાઈવે ઉપર રીક્ષાના ચાલકે કાબુ ગુમાવતાં રીક્ષા પલટી ગઈ હતી. જેમાં સવાર તમામ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. શરીરે વધુ ઈજાઓના કારણે વૃધ્ધા બબુબેનનું મોત નીપજયું હતું.

જયારે ઘાયલોને સારવાર માટે કલોલની હોસ્પિટલથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના અંગે મૃતકના પુત્ર ભાનુપ્રસાદ વાઘેલાએ કલોલ તાલુકા પોલીસમાં રીક્ષાચાલક સામે ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

(6:03 pm IST)