Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મહીસાગર જિલ્લાના વીરપુરમાં જમીન પચાવી પાડવા પ્રતિબંધિત ધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

મહિસાગર:જિલ્લાના વિરપુરમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધિત ધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. વિરપુર પોલીસે બે વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના ખેરોલીમાં રહેતા બોકરભાઇ પટેલની જમીન સંયુક્ત ચાલતી હતી. જેમાંથી અમૂક જમીનનો હિસ્સો નાનાભાઇ પરમારના નામે છે.આજથી દસેક વર્ષ અગાઉ કાકા કાળીદાસ પટેલની સંયુક્ત જમીનમાં ગેરકાયદેસર કબ્જેદાર તરીકે નાનાભાઇ પરમારે પોતાની હીસ્સાવાળી જમીનની સાથે અન્ય જમીનમાં પણ કબ્જો કર્યો હતો.જે તે સમયે બનાવ અંગે વિરપુર પોલીસ મથકે અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.

બાદ તાજેતરમાં આવેલ જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ મહિસાગર જિલ્લા સમાહર્તાને ગત તા.--૨૦૨૧ ના રોજ અરજી કરવામાં આવી હતી. જે અરજી જિલ્લા સમાહર્તાએ ગ્રાહ્ય રાખી હતી. બનાવ અંગે બકોરભાઇ હિરાભાઇ પટેલ રહે,ખેરોલી જૂની પોસ્ટવાળુ ફળીયુએ વિરપુર પોલીસ મથકે નાનાભાઇ છગનભાઇ પરમાર અને વિરાભાઇ ભેમાભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે વિરપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:01 pm IST)