Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મોડાસાના રાણાસૈયદ ની વસાહતમાં મોટાભાઈની દીકરી ઘર છોડીને ચાલી જતા બે ભાઈઓ બાખડ્યા:સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

મોડાસા: શહેરના રાણાસૈયદ નવી વસાહતમાં ચાર માસ પહેલા મોટાભાઈની દિકરી ભાગી ગઇ હતી. જે બાબતે નાનાભાઈએ મોટાભાઈ સાથે બોલવાના વ્યવહાર બંધ કરી દેતાં ઝઘડો કર્યો હતો. તું કેમ અમારી છોકરી જતી રહેલ છેજે બાબતે સમાજમાં વાતો કરતો ફરે છે કહી છરી થી હુમલો કરાયો હતો.

ભાઈએ ભાઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

રાણાસૈયદ નવી વસાહતમાં રહેતા જાનમહંમદ વલીમહંમદ પઠાણે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓના મોટાભાઈની દિકરી ચાર માસ પહેલા ભાગી ગઇ હતી  જેને લઈ બે સગા ભાઈઓ એકબીજા ને બોલતા હતા અને વ્યવહાર બંધ કરી દીધા હતા.જેથી મોટાભાઈ હુસેનભાઈ વલીમહંમદ પઠાણે નાનાભાઈ જાનમહંમદ ને ગાળો બોલી કહેલ કે તું કેમ અમારી છોકરી જતી રહેલ છેજે બાબતે સમાજમાં કેમ વાતો કરતો ફરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતાં મોટાભાઈ નો દિકરો અલ્તાફ ઉર્ફે ચાંદની પઠાણ ઉશ્કેરાઈ ગયો હતો અને છરી લઈ જાનમહંમદ પઠાણ ને બરંડાના ભાગે મારી દીધી હતી. અને ગળદાપાટુનો માર મારી ઘરના ચારેય સભ્યો ભેગા મળી હુમલો કર્યો હતો.

(5:50 pm IST)