Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

માલપુર તાલુકાના ડબારણ નજીક બાઈક પર થેલામાં સંતાડીને લઈને જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસેને હાથ લાગ્યો

માલપુર:તાલુકાના ડબારણ ગામની સીમ પાસેથી મોટર સાયકલ ઉપર થેલામાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસને જોઈ દારૂ ભરેલો થેલો રોડ ઉપર મૂકી બે શખ્શો ફરાર થઈ ગયા હતા.

પોલીસે થેલામાંથી વિદેશી દારૂની ૨૩૯ બોટલો કબ્જે કરી હતી. કુલ રૂપિયા ૩૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માલપુર પોલીસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આંબલીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે ભરત ઉર્ફે બોડીયો ભગાભાઈ મારીવાડ તથા તેનો મિત્ર મુકેશ ચંદુ મારીવાડ બંને રહે.જીતપુર નાઓ પલસર મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ લઈ આંકલીયા ગામ તરફથી ડબારણ થઈ હેલોદર ગામ તરફ જનાર છે જે બામતીના આધારે પોલીસે ડબારણ ગામ પાસે નાકાબંધી કરી હતી. તે દરમ્યાન પોલીસને જોઈ બે શખ્શો દારૂ ભરેલો થેલો રોડ ઉપર મૂકી નાસી છુટયા હતા.

(5:56 pm IST)
  • રાજસ્થાનમાં એક જ પરિવારના ૪નો આપઘાત : રાજસ્થાનના સિકરમાં એક જ પરિવારના ચાર સભ્યોનો આપઘાત access_time 2:42 pm IST

  • એરપોર્ટ ઉપર અંધાધુંધી : અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ધમાલઃ સોશ્યલ ડીસ્ટન્સની પરવાહ કોઈએ રાખી નહિઃ અદાણી મેનેજમેન્ટ સામે નારાજગીઃ લોકો ૫ કલાક સુધી ફસાયેલા રહ્યા access_time 4:32 pm IST

  • આંધ્ર : ગ્રામ પંચાયતોમાં જંગી મતદાન થયુ : આંધ્રપ્રદેશમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જ તબક્કાનું મતદાન સમાપ્ત : સરેરાશ ૮૧.૭૮% મતદાન નોંધાયુ access_time 2:41 pm IST