Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મુખ્યમંત્રી બાદ મુખ્યમંત્રીના અંગત મદદનીસ શૈલેષ માંડલિયાએ કોરોનાને હરાવ્યો : આજે RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાઇ

ગાંધીનગર::::મુખ્યમંત્રીશ્રીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ આજે સવારે તેમના અંગત મદદનીસ શૈલેષ માંડલિયાનો કોરોના ટેસ્ટ પણ  નેગેટિવ આવી ચુક્યો છે 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પડછાયાની જેમ રહેતા શૈલેષ માંડલિયા પણ મુખ્યમંત્રીશ્રીની સાથે કોરોના સંક્રમિત થયા હતા. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી હતી આજે સવારે તેમનો આર.ટી.પી.સી.આર.ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ હાલ પોતાના નિવાસસ્થાને આરામ હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રીના અંગત મદદનીસ શૈલેષભાઇ માંડલિયાનો રાજકોટમાં બહોળો પ્રશંસક વર્ગ છે તેઓમાં રાહતની લાગણી છવાઈ છે.

(4:54 pm IST)