Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

દક્ષિણ ભારતમાં જવા આવવા વધુ બે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનની સુવિધા

રેલ્વેએ ઓખા- તુતકોરીન અને પોરબંદર- કોચુવેલી વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો : તા.૨૫થી દરગુરૂવારે પોરબંદરથી સાંજે ૬:૪૦ વાગે ઉપડશે અને શનિવારે બપોરે કોચુવેલી પહોંચશેઃ ૨૩મીથી બૂકીંગ

રાજકોટ : મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે રેલવેએ ઓખા-તુતીકોરીન અને પોરબંદર-કોચુવેલી વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ટ્રેન નંબર ૦૯૨૬૨/૦૯૨૬૧ પોરબંદર - કોચુવેલી - પોરબંદર વિશેષ સાપ્તાહિક ટ્રેન પૈકી નંબર ૦૯૨૬૨ પોરબંદર- કોચુવેલી સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન પોરબંદરથી તા. ૨૫ ફેબ્રુ.થી દર ગુરૂવારે સાંજે ૧૮-૪૦ વાગ્યે ઉપડશે અને શનિવારે બપોરે કોચુવેલી પહોંચશે.

 આવી જ રીતે ટ્રેન નંબર ૦૯૨૬૧ કોચુવેલી-પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ તા. ૨૮ ફેબ્રુ.થી દર રવિવારે સવારે ૧૧:૧૦ વાગ્યે કોચુવેલીથી ઉપડશે અને મંગળવારે સવારે ૭-૨૫ વાગે પોરબંદર પહોંચશે.

આ ટ્રેન જતા આવતા બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, કારવર, ઉડુપી, મંગલોર, કસરાગોદ, કન્નુર, કોઝિકોડ, તિરુર શોરનુર, થ્રિસુર, એર્નાકુલમ, અલાપ્પુઝા, કયાનકુલમ અને કોલ્લમ સ્ટેશનો પર રોકાશે. જ્યારે ટ્રેન નંબર ૦૯૫૬૮/૦૯૫૬૭ ઓખા - તુતીકોરીન સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન પૈકી નંબર ૦૯૫૬૮ ઓખા- તુતીકોરિન સ્પેશિયલ તા. ૨ એપ્રિલથી દર શુક્રવારે મધરાતે ૦૦.૫૫ કલાકે ઓખાથી ઉપડશે અને રવિવારે સવારે ૦૪.૪૫ કલાકે તુતીકોરિન પહોંચશે વળતા ટ્રેન નંબર ૦૯૫૬૭ તુતીકોરિન-ઓખા સ્પેશિયલ તા. ૪ એિ-લથી દર રવિવારે રાત્રે ૨૨.૦૦ વાગ્યે તુતીકોરીનથી ઉપડશે અને બુધવારે વહેલી સવારે ૦૩.૩૫ વાગ્યે ઓખા પહોંચશે.

આ ટ્રેન જતા આવતા બંને વખત દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુના, સોલાપુર, કલાબુરાગી, વાડી, રાયચુર, મંત્રાલયમ રોડ, અદોની, ગુંટકલ, અનંતપુર, ધર્મવરમ, હિન્દુપુર, કૃષ્ણરાજપુરમ, બાંગારપેટ, સાલેમ, ઇરોડ, કરુર, ડિંડીગુલ, મદુરાઈ, વિરુદુનગર અને સાતુલ સ્ટેશન પર અટકશે. ટ્રેન નંબર -૦૯૫૬૮ નો વધારાનો સ્ટોપ ખંભાળીયા સ્ટેશન પર રહેશે અને ટ્રેન નંબર -૦૯૫૬૭ નો વધારાનો સ્ટોપેજ યેલહંકા અને કોવિલપટ્ટી સ્ટેશનો પર હશે. ટ્રેન નંબર ૦૯૫૬૮ અને ૦૯૨૬૨ માં ટિકિટનું બુકિંગ ૨૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ થી નિયુકત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

(4:39 pm IST)
  • હવે ગરમીના દિવસો શરૃઃ રાજકોટ ૩૪ ડીગ્રી : રાજકોટઃ ઠંડીના દિવસો હવે પુરા થયા છેઃ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છેઃ ઘર, ઓફિસ, દુકાનોમાં પંખા, એ.સી.ચાલુ થવા લાગ્યા છેઃ દરમિયાન આજે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટમાં મહતમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું છેઃ સાંજ સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો થવા સંભવ છે access_time 4:32 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,493 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,15,863 થઇ :એક્ટિવ કેસ 1,44,332 થયા: વધુ 13,230 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,10,883 થયા :વધુ 76 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,498 થયા access_time 1:18 am IST

  • ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને ૬ મહિનાનું ઍક્સટેન્સન મળી રહ્નાના અહેવાલો મળી રહ્ના છે access_time 4:31 pm IST