Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

૬ મહાનગરોમાં સરેરાશ ૪૫.૬૪ % મતદાન : કાલે જનાદેશ પ્રગટશે

ચૂંટણી પંચે મોડી રાત્રે સત્તાવાર આંકડા જાહેર કર્યા : મતદાનમાં મંદી, મોંઘવારી, મહામારી અસરકર્તા : ૧,૧૪,૬૬૮૬૪ મતદારો પૈકી ૫૨,૩૩,૩૮૨ મતદારોએ મત આપ્‍યોઃ ૬૨,૩૩,૪૮૨ મતદારો મતદાનથી અળગાઃ મત ગણતરીની તૈયારી

રાજકોટ,તા. ૨૨: રાજ્‍યના ૬ મહાનગરો રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર અને જામનગરમાં ગઇ કાલે મતદાન પૂર્ણ થયું છે. આવતીકાલે મંગળવાર મત ગણતરીનો દિવસ નકકી થયો છે. મંગળવાર મત ગણતરીનો દિવસ નકકી થયો છે. કોર્પોરેશનો અને પંચાયતોની મત ગણતરી અલગ અલગ દિવસે કરવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્‍યાનું જાણવા મળે છે. કાલે સવાર સુધીમાં સુપ્રીમનો સ્‍ટે. ન આવે તો કાલે સવારે ૯ વાગ્‍યાથી મત ગણતરી કરવાની ચૂંટણી પંચની તૈયારી છે. ૬ મહાનગરોમાં સરેરાશ ૪૫.૬૪ ટકા મતદાન નોંધાયું છે.

૬ મહાનગરોના ૧,૧૪,૬૬,૮૬૪ મતદારો પૈકી ૫૨,૩૩,૩૮૨ મતદારોએ મતદાન કર્યું છે. ૬૨,૩૩,૪૮૨ મતદારોએ જુદા જુદા કારણસર મતાધિકાર ભોગવ્‍યો નથી. સૌથી ઓછુ અમદાવાદમાં ૪૨.૫૧ ટકા અને સૌથી વધુ ૫૦.૭૫ ટકા મતદાન રાજકોટ મહાનગરમાં નોંધાયુ છે. જામનગરમાં ૫૩.૬૪ ટકા અને ભાવનગરમાં ૪૯.૪૩ ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચે મોડી રાત્રે આંકડા જાહેર કર્યા છે.

અપેક્ષા કરતા ઓછુ મતદાન થવા માટે મંદી, મોંઘવારી, મહામારી કોરોના જેવા કારણો અને પ્રજાનો નિરૂત્‍સાહ પણ અસરકર્તા ગણાય છે.આવતા રવિવારે નગરપાલિકાઓ તથા તાલુકા -જિલ્લા પંચાયતોનું મતદાન અને બીજી માર્ચે તેની મતગણતરી છે.

 

કયા મહાનગરમાં કેટલુ મતદાન ?

મહાનગર

ટકા

અમદાવાદ

૪૨.૫૧

સુરત

૪૫.૫૧

વડોદરા

૪૭.૯૯

જામનગર

૫૩.૬૪

રાજકોટ

૫૦.૭૫

ભાવનગર

૪૦.૪૭

 

(11:11 am IST)