Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજપીપળામાં કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ સહિત કોંગી આગેવાનો તથા કાર્યકરો બીજેપીમાં જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો પહેલા જ કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ માં જોડાયા છે.જેમાં ખાસ નર્મદા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું મોકલી અપાતા અનેક અટકળો ચાલી હતી પરંતુ આજે સીઆર પાટીલની જાહેરસભા પહેલાજ કોંગી અગ્રણીઓ થતા કાર્યકરો બીજેપીમાં જોડાતા સાંસદ મનસુખભાઈ વસાવા, ગીતાબેન રાઠવા સહિત બીજેપી આગેવાનોએ તેમને આવકાર્યા હતા

(10:20 pm IST)