Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજપીપળામાં સીઆર પાટીલના રોડ શો પૂર્વે જાહેર પ્રોપર્ટી પર લગાવેલા રાજકીય સાહિત્ય દૂર કરતું વહીવટી તંત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં રવિવારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો રોડ શો અને જાહેર સભા યોજાનાર છે ત્યારે જે માર્ગ પર રોડ શો થવાનો છે ત્યાં જાહેર પ્રોપર્ટી પર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના ફોટા સહિત નું સાહિત્ય લગાવવામાં આવ્યું હોય વહીવટી તંત્રએ લાલ આંખ કરી આ સાહિત્ય દૂર કરતા શહેરના માર્ગો પર આચાર સંહિતાનો કડક અમલ કરવા જાહેર પ્રોપર્ટી પર થતા આચાર સહિતના ભાંગનો અમલ થાય તે હેતુસર તોરણો, ભાજપના ઝંડા અને કટ આઉટ હટાવતા તંત્રના જે અધિકારીએ કોઈપણ જાતની સ્નેહ શરમ વિના આ સાહિત્ય દૂર કરી આચાર સાહિતાના કડક પાલન કરાવવા આદેશ આપ્યા હતા તે બિરદાવવાયા હતા

   
(10:17 pm IST)
  • રાજકોટના વોર્ડ ન, 11ના બુથ પર તોડફોડ : સરકારી શાળામાં ઇવીએમમાં તોડફોડથી સનસનાટી : ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા : સમગ્ર ઘટનાની તપાસ : મતદાન અટકાવી દેવાયું access_time 4:36 pm IST

  • રાજકોટના વોર્ડ ન, 11માં અસામાજિક તત્વોએ ઇવીએમમાં ક્ષતિ પહોંચાડી : મોટામવા આંબેડકર નગરમાં ભીમરાવ સ્કૂલમાં ઇવીએમના વાયર ખેંચીને અસામાજિક તત્વો ભાગ્યા : મતદાનમથકમાં આવીને ત્રણ ઈવીએમ મશીનના વાયર ખેંચ્યા : ડીસીપી ઝોન-2ના મનોહરસિંહ જાડેજા અને તાલુકા પોલીસનો કાફલો દોડી ગયા : હાલ ઈવીએમ મશીન ચાલુ access_time 5:42 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,493 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,15,863 થઇ :એક્ટિવ કેસ 1,44,332 થયા: વધુ 13,230 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,10,883 થયા :વધુ 76 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,498 થયા access_time 1:18 am IST