Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં સૌથી વધુ 47.34 ટકા મતદાન:નવરંગપુરામાં સૌથી ઓછું 25.93 ટકા મતદાન

48 વોર્ડ પૈકી 21 વોર્ડમાં 40 ટકાથી વધુ મતદાન : જમાલપુર વોર્ડમાં મતદાન માત્ર 37.63 ટકા થયું

અમદાવાદ : વર્ષ 2015 અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીની સરખામણીએ ચાલુ વર્ષે યોજાઈ રહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનની ટકવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જોકે 48 વોર્ડ પૈકી 21 વોર્ડમાં 40 ટકાથી વધુ મતદાન થયું છે

અમદાવાદના પૂર્વ પટ્ટા અને કોટ વિસ્તારમાં મોટાભાગે 40 ટકાથી વધુ મતદાન થયું છે. અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં સૌથી વધુ 47.43 ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે પોશ ગણતા નવરંગપુરા વોર્ડમાં માત્ર 25.93 ટકા જેટલું મતદાન થયું છે. ઘણાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં પણ 40 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જમાલપુર વોર્ડમાં આ વખતે મતદાન માત્ર 37.63 ટકા જેટલું રહ્યું હતું.

નોંધનીય છે કે બપોરના ત્રણ વાગ્યે સુધી મતદાન ખૂબ જ ઓછું હતું. જોકે ત્યારપછી મતદાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. પશ્ચિમ અમદાવાદના કેટલાક વોર્ડમાં પૂર્વ વિસ્તારના વોર્ડની સરખામણીએ ઓછો મતદાન થયો છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે સરેરાંશ 38.73 ટકા મતદાન થયું છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીઓના મતદાનમાં 41.94 ટકા પુરુષ મતદારો તો 35.21 ટકા સ્ત્રી મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી જાહેર કરાઈ હતી. આ છ મહાનગર પાલિકા પૈકી અમદાવાદ મહાનગર પાલિકામાં સૌથી ઓછું માત્ર 38.73 ટકા મતદાન થયું છે

(9:13 am IST)