Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સુરતના સરથાણામાં " સ્પાર્કલ-2021 "માં અમેરિકા, દુબઇ અને નેપાળ સહિત બે દિવસમાં 6150 બાયર્સે મુલાકાત લીધી

સ્પાર્કલ પ્રદર્શનમાં દેશભરમાંથી જ નહીં પણ અન્ય દેશોમાંથી પણ બાસર્ય ઉમટી પડયા

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 20, 21 અને 22 ફેબ્રુઆરી 2021 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 'જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન'સુરત સ્પાર્કલ- ર૧નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા બિઝનેસ ટુ બિઝનેસનો જે અભિગમ આ વર્ષે પણ જાળવી રાખવામાં આવ્યો છે તેને કારણે બાયર્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે. કારણ કે એકઝીબીશનમાં ડાયમંડ જ્વેલર્સને સીધો જ બિઝનેસ મળી રહયો છે. સ્પાર્કલ પ્રદર્શનમાં દેશભરમાંથી જ નહીં પણ અન્ય દેશોમાંથી પણ બાસર્ય આજે ઉમટી પડયા હતા. જેમાં અમેરિકા, દુબઇ અને નેપાળથી બાયર્સે સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.ચેમ્બરના ગૃપ ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે 2000થી વધુ બાયર્સે સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યારે આજે રવિવારે 4150 જેટલા બાયર્સ પ્રદર્શનમાં મુકવામાં આવેલી જુદી-જુદી ડિઝાઇનની ડાયમંડ જ્વેલરી ખરીદવા માટે મુલાકાતે આવ્યા હતા. આમ બે દિવસમાં કુલ 6150 જેટલા બાયર્સ સ્પાર્કલ પ્રદર્શનમાં ઉમટી પડયા હતા. આથી એકઝીબીટર્સને ખૂબ જ સારો બિઝનેસ મળી રહેશે.

(9:37 pm IST)