Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સુરતના ઉઘના-મગદલ્લા રોડ નજીક કામની શોધમાં આવેલ ઘરઘાટી મહિલા ડોક્ટરના ઘરને નિશાન બનાવી 2.93 લાખના દાગીના ચોરી રફુચક્કર

સુરત: શહેરનાઉધના-મગદલ્લા રોડ સ્થિત અણુવ્રત દ્વાર નજીક ગાયત્રી મંદિરની સામે મોહનપાર્ક સોસાયટીમાં રહેતા વિકાસ વ્યંકટરાવ જાધવ (.. 30) રીંગરોડની નિર્મલ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. તા. 17 નવેમ્બરના રોજ વિકાસની સગાઇના દાગીના તેની માતા વિજયાબેને તિજોરીમાંથી બહાર કાઢી પોતાના બેડરૂમના પલંગ ઉપર મુક્યા હતા અને રસોઇ બનાવવા રસોડામાં ગયા હતા. ત્યાર બાદ બેડરૂમમાંથી સોનાનો હાર, બે કંગન વિગેરે મળી કુલ રૂ. 2.93 લાખની મત્તાના દાગીના ગાયબ થઇ જતા તેની શોધી રહ્યા હતા. હોસ્પિટલમાં નાઇટ ડ્યુટીમાંથી પરત આવેલા ડૉ. વિકાસ, તેની માતા અને પિતાએ ઘરના તમામ રૂમમાં દાગીના શોધ્યા હતા પરંતુ મળ્યા હતા. જેથી સોસાયટીના સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમની ઘરઘાટી મંજુલા નામની મહિલા ઘરના પાછળના દરવાજામાંથી બહાર નીકળતા શંકાસ્પદ હાલતમાં જણાય હતી

ઉલ્લેખનીય છે કે મંજુલા તા. 14 નવેમ્બરે કામની શોધમાં આવતા વિજયાબેને ઘરકામ માટે નોકરી પર રાખી હતી અને તા. 17 ના રોજ મંજુલા કામ કરતી વખતે વિજયાબેનના બેડરૂમમાં પણ ગઇ હતી. જેથી મંજુલાએ દાગીના ચોરી કર્યાની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે

(5:49 pm IST)