Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ખોટી ઓળખ આપી નાણાકીય છેતરપીંડીના બનાવોમાં રૂપિયા ૨૩,૮૮૯ પરત મેળવી આપતી ભરૂચ સાયબર ક્રાઇમ સેલ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમના કેસોમાં જેમાં નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને આવા લોકડાઉન ના સમયગાળા દરમ્યાન તાત્કાલીક મદદરૂપ થવા જણવેલ જેથી અત્રેના જીલ્લાની સાયબર ક્રાઇમ સેલની ટીમ હંમેશા આવા બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

 ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવો જેમાં .ટી.એમ.ફ્રોડ, લોન-લોટરી ફોડ,જોબ ફોડ, શોપીંગ ફોડ, olx માંથી ખરીદીને લગતા ફોડ ને લગતા બનાવોમાં અરજદાર ને પોતાના વતનમાં પૈસા ટ્રાન્ફર કરવા હોય જે ટ્રાન્ઝકથન ફેઈલ થતું હોવાથી ગુગલ માંથી કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ફોન કરતા સામેથી ગુગલ કસ્ટમર કેર અધિકારી બોલુ છુ તેવી ખોટી ઓળખ આપી ઓટીપી મેળવી નાણાકીય છેતરપીંડી કરેલ બીજા કિસ્સામાં અરજદર હોટલ ચલાવતા હોય સામેથી એક અજાણયા નંબર પરથી ફોન આવેલ અને કહેલ કે હું આર્મી મેન બોલુ છું તમારા ATM નો બને સાઈડ નો ફોટો મોકલી આપો હું તમને પાર્સલ ડીશનું પેમેન્ટ કરી આપુ તેમ જણાવી .ટીપી. મેળવી નાણાકીય છેતરપીંડી કરેલ બને બનાવમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આવા બનાવોમાં ભોગ બનનારને મદદરૂપ થઈ તાત્કાલીક એક્સન લઈ ટેકનીકલ એનાલીસીસ ના આધારે બને ભોગ બનનાર અરજદારના સાયબર સેલ,ભરૂચની ટીમ દ્વારા કુલ રૂ.૨૩, ૮૮૯/ ભોગ બનનારના બેંક એકાઉન્ટોમાં પરત મેળવી આપેલ છે.
 
હાલ સાયબર ક્રાઈમને લગતા બનાવોમાં પ્રજાને અવરનેશ માટે તેમજ હાવ બનતા ગુનાઓ થી વાકેફ કરવા તથા સાયબર ક્રાઇમથી બચવા માટે શું શું કરવું તેના માટે ભરૂચ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ફેસબુક પેજ Cyber Crime cell, Bharuch ઘણા સમયથી કાર્યરત છે.જે પેજને લાઈક કરી રોજબરોજ અપડેટ મેળવી માહિતી મેળવી શકો છો. પેજ માત્ર અને માત્ર અવનેશ અને પ્રજાને સાયબર ક્રાઇમથી બચવા માટેની અપડેટ મુકવા માટે બનાવેલ છે જેની નોંધ લેવી.

(11:55 pm IST)