Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સત્તામાં બેઠેલા લોકોએ GTU વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું હિત જોવું જોઈએ:પરીક્ષા પાછી ઠેલો : અમિત ચાવડા

કોરોના મહામારીમાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છતાં રાહતને બદલે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો કરી લોકોને સરકાર લૂંટી રહી છે

અમદાવાદ : GTU મુદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પત્રકાર પરિષદ  યોજી હતી જેમાં GTUની પરીક્ષા પાછી ઠેલવવાની કોંગ્રેસે માંગ કરી હતી  છેલ્લા કેટલાય દિવસોથી NSUI આ અંગે વિરોધ કરી રહ્યું છે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું ચાવડાએ વધુ કહ્યું હતું કે GTU પરીક્ષા સમયે થર્મલ સ્ક્રીનિગ કોરોનાની પરિસ્થિતિમાં પૂરતું નથી હાલની પરિસ્થિતિ માં પરીક્ષાના પહેલા ની વ્યવસ્થા સરકાર દ્વારા કરાઈ નથી ,ગરીબ વિદ્યાર્થી માટે ઓનલાઈન પરીક્ષા શક્ય નથી

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્ય ના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી ને પત્રલખી GTU બાબતે હકીકત સાથેનો પત્ર લખ્યો છેતમામ મોટા નેતા ઓનલાઈન કોંફરન્સ થી વાતો કરે છે તો GTU ના વિધ્યાર્થી ને શુ કામ જોખમ માં નાખી રહ્યા છેકોંગ્રેસ અને NSUI નો સતત વિરોધ છે તેમણે આ અંગે મુલાકાત અને ચર્ચા બાબતે સમયની માંગ કરી છેસરકારે આ બાબતે સંવેદનશીલતા દાખવવી જોઈએ અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ

 

ડીઝલ સબસીડી બાબતે અમીત ચાવડાએ કહ્યું કે સરકાર ગરીબ વિરોધી છે.કોરોના મહામારીમાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે તેમ છતાં રાહતનો બદલે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો કરી લોકો ને સરકાર લૂંટી રહી છેસરકારે સબસીડી આપવી જોઈએ તેમ જણાવી ચાવડાએ કહ્યું કે સબસીડી ના આપી 1800 કરોડ તિજોરીમાં ભરવાની સરકારની મનસા

(8:50 pm IST)