Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગળતેશ્વર તાલુકાના બાધરપુરાથી ડાભસર વચ્ચે પાણી પુરવઠાની લાઈનમાં ભંગાણ આવતા પાણીનો જથ્થો વેડફાયો

ગળતેશ્વર:તાલુકાના બાધરપુરા થી ડાભસર-કોસમ વચ્ચે નવી નાખેલી પાણીપુરવઠાની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થઇ  રહ્યો છે.પાણી વેડફાટ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે પાણી પુરવઠાની લાઇનમાંથી આશરે ૪૫ ગામોને પીવાનુ પાણી પુરુ પાડવામાં આવે છે.

ગળતેશ્વર તાલુકાના બાંધરપુરા થી નીકળી પાણી પુરવઠાની લાઇન ડાભસર,કોસમ ગામની સિમ વિસ્તાર થઇ વાડદ તરફ જાય છે. પાણી પુરવઠાની લાઇન મારફતે તાલુકાના આશરે ૪૫ ગામોને પીવાનુ પાણી પુરુ પાડવામાં આવે છે.જે ગામોમાં જમીનમાં ક્ષારવાળુ પાણી આવતુ હોય એવા ગામોને પાણી પુરવઠા યોજનાનુ પાણી પાઇપલાઇન મારફતે પહોચાડવામાં આવે છે. યોજના થકી પીવાના પાણીને પ્રાઘાન્ય આપવામાં આવે છે.તાલુકાના બાધરપુરા થી ડાભસર વાડદ,ડભાલી સહિતના ગામોમાંથી પાણીની લાઇન પસાર થાય છે.જો કે ઘણા વર્ષો થઇ ગયા હોવાના કારણે પાણીની પાઇપલાઇનો  જર્જરીત થઇ છે.જેના કારણે અવાર નવાર પાણીની પાઇપ લાઇનોમાં પંચર પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.

(6:16 pm IST)