Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સુરતના લીંબાયતમાં સિએનજી પંપના મેનેજરને નિશાન બનાવી ગઠિયાએ 5.27 લાખની રકમની લૂંટ ચલાવી છૂમંતર....

સુરત: શહેરના લીંબાયત વિસ્તારમાં CNG પંપનો મેનેજર રૂ. 5.27 લાખની રકમ પુણા પાટિયા ખાતે આવેલી બેંકમાં જમા કરાવવા જવા માટે નીકળ્યો હતો ત્યારે મહારાણા પ્રતાપ ચોક નજીક અજાણ્યા શખ્સો મેનેજર પાસેથી લાખોની રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

બે મોટર સાયકલ પર આવેલા 4 જેટલા શખ્સોએ લૂંટ કરતા લીંબાયત પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

(6:14 pm IST)