Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વડોદરાના મકરપુરામાં ચાર સંતાનની માતાને પોતાનાથી અડધા યુવક સાથે પ્રેમ થઇ જતા પતિએ પોલીસનો સહારો લીધો

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને પોતાનાથી અડધી ઉંમરના યુવક સાથે પ્રેમ સંબંધ થઇ ગયો છે. પતિના વારંવાર સમજાવવા છતાંય બંન્નેમાંથી એકેય પ્રેમ સંબંધ તોડવા રાજી નથી. આથી ઊલ્ટાનું પ્રેમી યુવકે તો પ્રેમિકાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મકરપુરા પોલીસે ગુનો નોંધી પ્રેમી યુવકની ધરપકડ કરી છે

મૂળ બિહારનો શ્રમજીવી વર્ષ ૧૯૯૨માં કામ ધંધાની શોધમાં વડોદરા આવ્યો હતો. ત્યારબાદ વડોદરામાં  સ્થાયી થઇ ગયો હતોઅહીં વસવાટ કર્યાના લગભગ વર્ષ બાદ તેણે બિહાર જઇને લગ્ન કર્યા અને પછી  પત્નીને લઇ તે વડોદરા પાછો આવ્યો હતો. સુખી લગ્ન જીવનના પરિણામરૃપ  તેને બે પુત્રી અને બે પુત્ર છે. સૌથી મોટી પુત્રીની ઉંમર ૧૬ વર્ષની છે. શ્રમજીવીની ઉંમર હાલમાં ૪૬ વર્ષ છે અને તેની પત્નીની ઉંમર ૪૦ વર્ષની છે

(6:14 pm IST)