Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વડોદરાના તરસાલી બાયપાસ નજીક નોકરી પર ગયેલ આર્મી જવાનના ઘરને નિશાન બનાવી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો

વડોદરા: શહેરના તરસાલી બાયપાસ હરિદર્શન ટેનામેન્ટમાં રહેતા આર્મી જવાન નોકરી પર ગયા તે સમયે ચોરટોળકીએ તેમના બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જ્યારે મકરપુરા ડેપો પાછળ રહેતા વેપારીના મકાનમાંથી ૩૫ હજારની ચોરી થઇ છે

વડદલા રોડ તરસાલી બાયપાસ પાસે હરિદર્શન ટેનામેન્ટમાં રહેતા રાજકુમાર ચંદ્રદીપભાઇ યાદવ ઇન્ડિયન આર્મીમાં સિપાઇ તરીકે નોકરી કરે છે. હાલમાં તેઓ મકરપુરા કેન્ટમાં ફરજ બજાવે છે. લોકડાઉનના કારણે ગત ૧૫મી જૂને તેમના પત્ની અને પુત્રી વતન યુ.પી. ગયા છે. ગતરાત્રે તેઓ ડયૂટી પર ગયા હતા તે સમયે બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જે અંગે આર્મી જવાને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે

(6:13 pm IST)