Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વડોદરા:રાઇફલ શૂટિંગમાં ભાગ લેનાર યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા ધમકી આપતા યુવતીએ પોલીસનો સહારો લીધો

વડોદરા:નેશનલ લેવલની રાઇફલ શૂટીંગમાં ભાગ લેનાર યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે ધમકી આપતા યુવક સામે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે

પ્રતાપનગર વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષની યુવતી રાઇફલ શૂટિંગની પ્રેકટીસ કરે છે. યુવતી જ્યારે  જતી હતી ત્યારે રાહુલ નારણભાઇ વણજારા (રહે. બાવરી કુંભારવાડા) તેની પાછળ પાછળ આવતો હતો. યુવતી સામે સતત જોયા કરીને યુવક આંખોથી ઇશારા કરી સ્માઇલ આપને પરેશાન કરતો હતો. એક દિવસ રાહુલે યુવતીની નજીક આવીને કહ્યું કે, તું મારી સાથે સંબંધ રાખ હું તને પ્રેમ કરૃ છું મારે તારી સાથે લગ્ન કરવા છે પરંતુ યુવતીએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતીઘરે આવીને પિતાને હકીકત જણાવતા પિતાએ રાહુલના ઘરે જઇને ઠપકો આપ્યો હતો

(6:13 pm IST)