Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમદાવાદના બાપુનગરમાં શાકભાજીની આડમાં લઇ જવાતા દારૂના જથ્થાને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: શહેરમાં બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે નવા નવા કિમીયા અજમાવી રહ્યા છે. બાપુનગર પોલીસે રીક્ષાની અંદર શાકભાજીના કોથળામાંથી દારૂનો જથ્થો પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસ પહેલા પીસીબીએ એકટીવામાં ચોર ખાનું બનાવીને દારૂ સંતાડીને લઈ જતા બે શખ્સોને ઝડપી પાડયા હતા.

(6:10 pm IST)