Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સુરતમાં કોરોનાના વધતા કેસોને કાબુમાં લેવા માટે હિરાના કારખાનાઓ બંધ કરવા વિચારણા

સુરતઃ સુરત જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેને લઇને હીરાના તમામ કારખાના બંધ કરાવવાની વિચારણા થઇ રહી છે. કોરોનાને કાબુમાં લેવા માટે તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે દર્દીઓની સંખ્યા વધશે તો એકમો સંપૂર્ણ બંધ કરાવાશે.સગત રોજ સુરતમાં ૪૯ રત્ન કલાકારોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે હીરાના એકમાં થોડા સમય બંધ કરાવવા અધિકારીઓ દ્વાા રજુઆત કરાઇ છે.જે વિસ્તાર કવોરન્ટાઇન કરાયા ન્યાંના એકમો બંધ રાખવા મુદ્દે ચર્ચા થઇ છે અત્રે જણાવવાનું કે માત્ર કતારગામ વિસ્તારમાંં નવા ૬૬ કેસ સાથે આંક ૧૧ર૧ પર પહોંચી ગયો છે. વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મનપા કમિશનરે યોજેલી બેઠકમાં તમામ ઝોનમાંથી હીરા એકમો બંધ કરાવવાની માંગણી કરાઇ છે. આરોગ્યના ડેપ્યુટી કમિશનરે કોરોનાને અટકાવવા હીરા કારખાનાઓ બંધ રાખવાનો સુર વ્યકત કર્યોહતો. નોંધનીય છેકે અત્યાર સુધીમાં ૬પ૦ રત્ન કલાકારો કોરોનાની ઝપટમાં આવી ચુકયા છે.

(6:00 pm IST)