Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં દર ત્રીજા દિવસે વેપાર કરવાની પરવાનગી મળતા વેપારીઓમાં નારાજગી

અમદાવાદઃ જમાલપુર શાકમાર્કેટના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે માત્ર ૩૩ ટકા જ વેપારીઓને વેપારની પરવાનગી આપવામાં આવતા વેપારીઓ નારાજ છે. ૧પ૬ વેપારીઓમાંથી એક દિવસમાં માત્ર પ૩ વેપારીઓને વેપારની છુટ અપાઇ છે.

બે મહિના બાદ ફરી શરૂ થયેલા એપીએમસીમાં દર ત્રીજા દિવસે વેપાર કરવાની પરવાનગી મળતા વેપારીઓ નારાજ છે. વેપારીઓની આ નારાજગીથી શાકભાજીની અછત સર્જાઇ શકે છે.

કોરાના વાઇરસના કારણે શહેરની જમાલપુર એપીએમસી હોલસેલ શાકમાર્કેટને જેતલપુર ખાતે ખસેડાઇ હતી. હાલ જમાલપુર એપીએમસી માં વેપારીઓને રાતના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યાની પરવાનગી આપવામાં આવતા બહારથી આવતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાય છે. વેપારીઓને ૩ દિવસે ધંધો કરવા મળે છે, જેના કારણે ખેડુતોને ભારે નુકશાની ભીતિ સેવાઇ રહી છે.

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો કિલક...

બે મહિના બાદ ફરી શરૂ થયેલા એપીએમસીમાં દર ત્રીજા દિવસે વેપાર કરવાની પરવાનગી મળતા વેપારીઓ નારાજ છે. વેપારીઓની આ નારાજગીથી શાકભાજીની અછત સર્જાઇ શકે છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજીનો સપ્લાય જમાલપુર એપીએમસી શાકમાર્કેટમાંથી થતો હોય છે. ત્યારે જો પુરવઠો ખોરવાય તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ વર્તાશે અને ભાવ આસમાને પહોંચી શકે.

(5:59 pm IST)