Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

લીંબડીની બેઠકમાં આર.સી.ફળદુ- નીતિન ભારદ્વાજ : ધારીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડેરીની નિયુકિત

વિધાનસભાની ૮ પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણી ઈન્ચાર્જની નિમણુંકો : મોરબીમાં સૌરભ પટેલ અને આઈ.કે. જાડેજા : ગઢડામાં કુંવરજીભાઈ બાવળીયા અને ગોરધન ઝડફીયા

રાજકોટ, તા. ૨૯ : ગુજરાતમાં ૮ બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે ભાજપ દ્વારા આ તમામ બેઠક ઉપર ચૂંટણી ઈન્ચાર્જની વરણી કરવામાં આવેલ છે.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલ ભાજપ કોર ગ્રુપની બેઠકમાં ૮ વિધાનસભામાં ચૂંટણી ઈન્ચાર્જોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં અબડાસામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે.સી. પટેલ, લીબડી માટે મંત્રી આર.સી. ફળદુ અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, અરજણ માટે મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને શબ્દસરણ, ડાંગમાં ગણપત વસાવા અને પુર્ણેશ મોદી, કપરાડામાં ઈશ્વરસિંહ પટેલ અને ભરતસિંહ પરમાર, મોરબીમાં સૌરભ પટેલ અને આઈ.કે. જાડેજા, ગઢડામાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ગોરધન ઝડફીયા જયારે ધારીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડેરીની નિમણુંક કરવામાં આવી છે. જયારે આ તમામ બેઠકોનું સંકલન અને તૈયારી ભાર્ગવ ભટ્ટ અને શંકર ચૌધરી દ્વારા કરવામાં આવશે.

(4:09 pm IST)