Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભાજપના સમગ્ર ચૂંટણી ઇન્ચાર્જ તરીકે શંકર ચૌધરી-ભાર્ગવ ભટ્ટ

વિધાસભાના આઠેય મતક્ષેત્રોની સર્વાંગી જવાબદારી

રાજકોટ, તા. ર૯ : ગુજરાત ભાજપ દ્વારા વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી  માટે આજે બેઠકવાર સરકાર અને સંગઠનના બબ્બે આગેવાનોને જવાબદારી સોંપવાની સાથે સમગ્ર ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે. બંને આગેવાનો આઠેય મતક્ષેત્રમાં ચૂંટણીલક્ષી સમગ્ર સંકલન સંભાળશે. અત્યારથી માંડી ચૂંટણીનું પરિણામ જાહેર સુધીમાં ભાજપ તરફી ગોઠવણમાં બંન્નેની ચાવીરૂપ ભૂમિકા રહેશે.

રાજયમાં અબડાસા, ધારી, મોરબી, લીંબડી, કરજણ, ગઢડા, કપરાડા, અને ડાંગ વિધાનસભા વિસ્તારમાં આવનાર દિવસોમાં વિધાનસભાની પેટાચૂંટણી થનાર છે. રાજયસભાની ચૂંટણી પૂર્વ કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપતા બેઠકો ખાલી પડી છે.

(3:59 pm IST)