Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

નર્મદા જિલ્લાના તિલકવાડા ગામની સગીરા ના બાળલગ્ન અટકાવતી અભયમ 181મહિલા હેલ્પલાઇન ટિમ

વડોદરા જિલ્લાના કરનાળી મંદિરમાં બાળ લગ્ન થતા હોવાની જાણ થતાં જ અભયમ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી લગ્ન અટકાવ્યા બાદ નર્મદા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ બાળકી ની સલામતી માટે તેને ભરૂચ ચિલ્ડ્રન હોમમાં મૂકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના તિલકવાડા ગામની એક સગીરા ના બાળલગ્ન થતા હોવાની જાણ નર્મદા અભયમ ટીમ ને થતાંજ હેલ્પલાઇન ટિમ સ્થળ ઉપર પહોંચી લગ્ન અટકાવી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી નર્મદાને આગળની કાર્યવાહી માટે આ કેસ સોંપવામાં આવ્યો હતો.

 મળતી માહિતી અનુસાર ગતરોજ એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇન મા ફોન કરી જાણ કરી હતી કે તિલકવાડા ગામ ની એક બાળકી કે જેની ઉંમર ઓછી છે જેના લગ્ન થઈ રહ્યા છે જેથી રાજપીપળા સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક કરનાળી મંદિરે પહોચી બાળ લગ્ન થતા અટકાવવામાં સફળ રહી હતી.

  ત્યારબાદ અભ્યામ ટીમે કરતા યુવતી ની ઉંમર ઓછી હોવાથી કાયદાકીય રીતે લગ્ન કરી શકાય તેમ ના હોવાથી લગ્ન મોકૂફ રખાવી જરૂરી માહિતી આપી હતી કે પુખ્ત વય થતા તમે લગ્ન કરી શકો છો પરંતુ હાલ કન્યાની ઉંમર નાની હોવાથી આ લગ્ન ગેરકાયદેસર હોય જેથી લગ્ન અટકાવી આગળ ની વધુ કાર્યવાહી માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી નર્મદા ને આ કેસ રીફર કરવામાં આવ્યો હતો.

 

 જોકે આ બાબતે નર્મદા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સુનિલ રાઠોડે જણાવ્યું કે આ ઘટના વડોદરા જિલ્લામા બની હતી પરંતુ બાળકી નર્મદા જિલ્લા ની હોય જેથી તેને અહીંયા લાવી કાઉન્સેલિંગ કરતા બાળકીને એવો ડર હતો કે મારા ઘર વાળા મારા લગ્ન કરાવી જ દેશે માટે બાળકીની સેફટી અને અમારા અગાઉના અનુભવ મુજબ પરિવારજનો એક વાર સમજાવી છોડી દીધા બાદ પણ લગ્ન કરી દેતા હોય માટે અમે હાલ આ બાળકીને ભરૂચ ચિલ્ડ્રન હોમમાં દાખલ કરી છે.

(4:00 pm IST)