Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રાજ્યની તમામ કોર્ટોમાં વિડીયો કોન્ફરન્સથી કામકાજ કરવા નિર્ણય

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટમાં મર્યાદીત કામ અંગેની ગાઇડલાઇન જાહેર કરાઇ..: બેકારીનો સામનો કરી રહેલા વકીલો મર્યાદીત ધોરણે કોન્ફરન્સના માધ્યમથી કામ કરી શકશેઃ કોરોનાની હાલની સ્થિતીમાં અદાલતોમાં ફિઝિકલ કામ કરવુ હિતાવહ નથી

અમદાવાદ,તા. ૨૯: કોરોનાની મહામારીને લીધે રાજ્યની તમામ કોર્ટોમાં અરજન્ટ સિવાયના કામકાજ બંધ થઇ ગયા હતા ત્યારે રાજ્યની તમામ કોર્ટોમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મયાદિત કામકાજ શરૂ કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે હજારો વકીલો પુનઃ કામકાજ પર ચડી શકશે. હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં કોવિડ-૧૯ના કેસો અને અરજન્ટ કામકાજ ચાલે છે. જ્યારે નીચલી કોર્ટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અરજન્ટ કામકાજ ચાલી રહ્યું છે.

ગુજરાતની કોર્ટોમાં આશરે ૯૫ દિવસથી કામકાજ બંધ રહેવાના કારણે આશરે ૪૫ હજારથી વધુ વકીલોના કામકાજ પર અરસ થઇ હતી. ઘણા વકીલો બેકાર બની ગયા હતા એટલુ જ નહી  વકીલ એસો. દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોર્ટો ચાલુ કરવા અથવા વકીલોને બીજો વ્યવસાય કરવાની છુટ આપવા માંગણી કરવામાં આવી હતી. આ સંજોગોને ધ્યાનમાં રાખી ગુજરાત હોઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા રાજ્યની કોર્ટોને મર્યાદિત કામકાજ માટે ચાલુ કરવા માર્ગદર્શિકા બહાર પાડી  છે. રાજ્યની કોર્ટો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ચલવવાની રહેશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સાવચેતીના પગલા ભરવાનાં રહેશે. કોર્ટ બિલ્િંડગમાં ફકત ગ્રાઉન્ડ ફલોર પર જ કામકાજ કરવાનું રહેશે. કોરોનાના વધતા જતા પોઝીટીવ કેસોનું જોતા હાલની સ્થિતીમાં અદાલતોમાં ફિઝિકલ કામકાજ કરવું હિતાવહ નથી. લેન્ડ લિકિવડેશન એમએસીટી, છુટાછેડા સેટલમેન્ટ કેસ અને મેન્ટેનન્સના કેસોમાં જો વ્યકિતની રૂબરૂ હાજરીની જરૂરિયાત હોય તો તેવા કેસોમાં એક અલાયદા રૂમમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવીને મર્યાદિત સંખ્યામાં જ વ્યકિતને હાજર રાખવાના રહેશે.(૨૨.૧૭)

નીચલી અદાલતોમાં રાબેતા મુજબ ફીઝીકલ કાર્યવાહી શકય નથીઃ હાઇકોર્ટ

રાજ્યમાં કોરોનાના કેસ રોજ અને સતત વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી હાઇકોર્ટ સ્પષ્ટ કર્યું છે. રાજ્યની નિચલી કોર્ટોમાં રાબેતા મુજબની ફિઝીકલ કાર્યવાહી કરવી હાલના તબક્કે શકય નથી. પરંતુ તમામ જિલ્લાઓમાં વિડિયો કોન્ફરન્સથી વધુમાં વધુ કેસની સુનાવણી થાય તેના માટે પ્રયાસો થશે.

હાઇકોર્ટમાં વિડિયો કોન્ફરન્સની સુનાવણી માટે બે રૂમ ફાળવાયા

હાઇકોર્ટે પરિપત્ર બહાર પાડ્યો છે કે જે વકીલો પાસે વિડીયો કોન્ફરન્સિંગથી કેસની સુનાવણી કરવાની કોઇ સુવિધા નથી. તેમાના માટે કોર્ટ બિલ્િંડગના બે રૂમમાં વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉભી કરાશે. જેથી તેમની અરજી અંગેની રજુઆત કરી શકાશે. આ માટે કોઇ ટેકનિકલ મદદની જરૂર હશે તો હાઇકોર્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.જેથી વિડીયો કોન્ફરન્સિંગની વધુને વધુ અરજીઓ પર સુનાવણી થઇ શકશે. દરેક વકીલોએ સોશ્યિલ ડિસ્ટન્સનું કડકપણે પાલન કરવાનું રહેશે.

(11:35 am IST)