Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વિધવા સહાયના લાભાર્થીઓની સંખ્યા ૧ાા લાખથી વધીને ૫ લાખ થઈ ગઈ

સરકારે દીકરો ૨૧ વર્ષનો થાય ત્યાં સુધીની મર્યાદા દૂર કરતા

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને દર મહિને રૂ. ૧૨૫૦ નીતિનિયમોને આધીન સહાય આપવામાં આવે છેઃ દીકરો ૨૧ વર્ષનો થાય ત્યાં સુધી વિધવા મહિલાને સહાય આપવાનો નિયમ હતો તે વખતે રાજ્યમાં લાભાર્થી મહિલાઓની સંખ્યા દોઢ લાખ હતીઃ સરકારે ૨૧ વર્ષના દીકરાની ઉંમરની મર્યાદા દૂર કરતા હવે લાભાર્થી મહિલાઓની સંખ્યા ૫ લાખ સુધી પહોંચી છેઃ સરકાર પર કરોડોનો બોજ વધ્યોઃ વિધવા થયેલ મહિલા પુનઃ લગ્ન ન કરે ત્યાં સુધી સહાય મળવા પાત્રઃ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે દ્વારા યોજનાના યોગ્ય અમલીકરણ માટે માર્ગદર્શન

 

(11:31 am IST)