Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ઓલ ઈન્ડિયા એક્ઝામની પરીક્ષા પાછી ખેંચવા માંગ

કોરોના મહામારીના લીધે માંગણી કરી

અમદાવાદ,તા.૨૮ : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ધ્વારા ૧૬મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ઓલ ઈન્ડિયા બાર એક્ઝાન યોજવાની કરેલ જાહેરાત સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને અન્ય સભ્યોએ કોવિડ-૧૯ મહામારીની વધતી જતી અસરને જોતા આજે પરીક્ષા પાછી ઠેલવાની માંગણી કરી છે. દેશના કોઈપણ ધારાશાસ્ત્રીએ વકીલાતનો વ્યવસાયમાં જોડાઈ અદાલતમાં વકીલ કરવી હોય તો તેઓએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી ઓલ ઈન્ડિયાની બાર કાઉન્સિલની પરીક્ષા આપવી પડે. તેવો નિયમ ૨૦૧૦થી આવ્યો છે. આ પરીક્ષા પાસ કરી હોય તે ધારાશાસ્ત્રી દેશની કોઈપણ અદાલતમાં પ્રેક્ટિસ કરી શકે છે.

             બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અનિલ આપેલ યાદીમાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ૧૬મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પંદરમી વખત નવા નોંધાયેલ ધારાશાસ્ત્રીઓ માટે ૨૯મી જુલાઈ સુધી પરીક્ષા આપવા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે પરંતુ કોવિડ-૧૯ મહામારીને કારણએ ગુજરાતની સંખ્યાબંધ લો ફેકલ્ટીના છેલ્લા વર્ષ સેમીસ્ટરની પરીક્ષા હજુ સુધી યોજાઈ શકી નથી. આવી પરીક્ષા યોજાય અને તેના પરિણામ આવે અને ધારાશાસ્ત્રી તરીકેની સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધણી કરાવવી અને ઓનલાઈન એક્ઝામનું ફોર્મ ભરવું અશક્ય છે. જેથી આ પરીક્ષા પાછી ઠેલવવી જોઈએ.

(10:46 pm IST)