Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોરોના દર્દીને પુરતી માત્રામાં ઓક્સિજન મળી રહેશે

૧૦ હજાર લીટરની ક્ષમતાવાળી ટેંક નાંખ્યા

અમદાવાદ,તા.૨૮ : સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ કીડની ઈન્સ્ટીટ્યુુટમાં એક મહિનાના ટૂંકાગાળામાં ૧૦ હજાર લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક નાખવામાં આવી છે. આજે નાખવામાં આવેલ ઓક્સિજન ટેન્કથી હવે કોવિડ-૧૯ના દર્દીઓને પુરતી માત્રામાં ઓક્સિજન મળી રહેશે. રાજ્યમાં છેલ્લા ત્રણ માસમાં કોરોનાના વધતા જતા કેસો અને દર્દીઓને ઓક્સિજનની વધતી માગ જોતા કીડની ડીસીઝ અને રીસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ. વિનિત ૧૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતી અને દર્દીને સતત ઓક્સિજન મળી રહે તેવી ઓક્સિજન ટેન્ક મંગાવી હતી. જેને આજે નાખવામાં આવી હતી. ડૉ. વિનિત મિશ્રાએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના દર્દીઓની ઓક્સિજન હવે સારવાર માટે કોઈ પણ જાતના અવરોધ વગર સતત અને ઓછા ખર્ચે મળતો રહેશે. કોવિડ-૧૯નો રોગચાળો વકરતા કોરોના વાયરસના દર્દીઓને ઓક્સિજન માટેની માંગ ગયા મહિનાથી વધતી ગઈ હતી. અમને આશા છે કે હવે અમે દર્દીઓને વધુ સારી સારવાર પુરી પાડી શકીશું.

 

(10:44 pm IST)