Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કપરાડાના ગિરનારા ગામે નાનાભાઈએ કુહાડીના ઘા મારતા મોટાભાઈનું મોત

ઘર બનાવવા વપરાશમાં લેવાયેલ ઇંટ મુદ્દે વિવાદ થતા ઉશ્કેરાઈ જઇ નાનાભાઈએ મોટા ભાઈ ને કુહાડીના ઘા ઝીક્યાં : સિવિલ લઈ જતા દરમિયાન માર્ગમાં જ મોત નીપજ્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : કપરાડા તાલુકાના ગિરનારા ગામમાં ઘર બનાવવા વપરાશમાં લેવાયેલ ઇંટ મુદ્દે વિવાદ થતા  ઉશ્કેરાઈ જઇ નાનાભાઈએ મોટા ભાઈ ને કુહાડીના ઘા મારી દેતા સારવાર માટે વલસાડ સિવિલ લઈ જતા દરમિયાન માર્ગમાંજ મોત નીપજ્યું હતું.

  કપરાડા પોલીસ મથકમાં ફરિયાદી યોગીતાબેન મનોજ ભાઈ હિલીમ રહે.ગિરનારા,લુંગી ફળિયું એ નોંધાવેલી ફરિયાદ મુજબ ઘર બનાવવા તેના દિયર વિલાશ ભાઈ  એ ઇટો પાડી હતી,જે તેના પતિ મનોજભાઈએ ઘર બનાવવા ઉપયોગમાં લીધી હતી.જે મુદ્દે દિયર વિલાસ તુલસીરામ ઘરની બાજુમાં આવેલી જમીનની માગણી કરતો હતો. અને ઝગડો કરતો હતો.ગત  27 જૂને રાત્રે પતિ સાથે ઝગડો થતા બાજુમાં રહેતા કાકા સસરાને ત્યાં ચાલી ગઈ હતી.દરમિયાન  રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ દિયર વિલાસ  ભાઈ તેના ઘરે આવી પતિ સાથે ઝગડો કરી જમીનની માગણી કરી હતી.અને ઝગડો કર્યો હતો, ત્યારે પતિએ દિયરને બે ત્રણ થપ્પડ મારી હતી,અને જતો રહ્યો હતો,

  જોકે થોડા સમય બાદ ફરી આવી ઉશ્કેરાઈ જઇ કુહાડી વડે મારા પતિને ખભા અને માથામાં મારતા ગંભીર ઇજા પહોંચતા બુમાબુમ થતા પડોશીઓ અને અમે પહોંચ્યા હતા,ત્યારે દિયર વિલાસ તુલસીરામ   ભાગી ગયો હતો.ત્યારબાદ ઇજાગ્રસ્ત મારા પતિ મનોજ ને 108 માં સારવાર માટે સુથારપાડા સીએચસીમાં લઈ ગયા,ત્યાંથી વધુ સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં અને ત્યાં થી વલસાડ સિવિલ લઈ જતા રોણવેલ નજીક માર્ગમાંજ મૃત્યુ થયું હતું.ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાજ પી.એસ.આઇ.ડી.જે.બારોટ કરી રહ્યા છે.

(9:33 pm IST)