Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ ; એકસાથે નવા 15 કેસ પોઝીટીવ : આરોગ્ય તંત્રમાં દોડધામ

વાપીમાં 12, વલસાડ, પારડી અને ઉમરગામમાં એક-એક કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં એક સાથે નવા 15 કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયું છે. આજે નવા નોંધાયેલા કેસમાં વાપીમાં 12, વલસાડ, પારડી અને ઉમરગામમાં એક-એક કેસ નોંધાયા છે. આ નવા કેસની સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંકડો 129 પર પહોંચી ગયો છે.

(9:23 pm IST)