Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

નર્મદા જિલ્લામાં રક્તદાન કરવા સરપંચ પરિષદના નિરજન વસાવાની ખાસ અપીલ

(ભરત શાહ દ્વારા ) - રાજપીપળા : નર્મદા જીલ્લો એ આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર છે અહીયાં કુપોષીત બાળકો અને સિકલસેલ એનીમીયા સહીતની ઘણી એવી બિમારીઓ છે જે અન્ય વિસ્તારો ના પ્રમાણ મા વધુ છે.નર્મદા જીલ્લામા સમ ખાવા પુરતી એકજ બ્લ્ડ બેંક આવેલી છે જેનુ સંચાલન સંસ્થાકીય રીતે ઈંડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સારી રીતે કરવામા આવે છે.
  રોડ અકસ્માત વખતે અને ગર્ભવતી મહીલાઓને ડીલીવરી સમયે ખાસ કરી ને બ્લડ ની આકસ્મિક જરુર પડતી હોય છે,ત્યારે જીવન અને મરણ વચ્ચે એક કે બે બોટલ લોહીનું જ અંતર રહી જાય છે, તેવા સમયે જો જરુરી લોહી ના મળે ત્યારે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જો યુવાનો આ બાબતે જાગૃત બની ને નિયમિત રક્તદાન કરતાં થાય તો કેટલીક દુર્ભાગ્યપુર્ણ ઘટનાઓ ને ટાળી શકાય તેમ છે. રક્ત નુ ઉત્પાદન કરી શકાતુ નથી તે માત્ર માનવ શરીર માંજ બની શકે છે, એક વાર બ્લડ આપ્યાં બાદ માનવ શરીર ત્રણ મહીનામા એ આપેલ રક્ત જેટલું ફરીથી બનાવી લે છે એટલે કોઈ નુકશાન પણ નથી થતું. ત્યારે જીલ્લાના તમામ યુવાનોને વિનંતી કરતાં સરપંચ પરિષદના નિરજન વસાવાએ આગળ આવી નિયમિત રક્ત દાન કરવાની ખાસ અપીલ કરી હતી.

(8:34 pm IST)