Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજ્યમાં કોરોનાના નવા 363 કેસ નોંધાયા : કુલ આંક 13,273 થયો: વધુ 29 લોકોના મોત

આજે 392 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 5880 થઇ : રિકવરી રેટ 43 ટકા : આજે નવા 363 કેસમાંથી અમદાવાદ 275, સુરત 29, વડોદરા 21, સાબરકાંઠા 11, સુરેન્દ્રનગર 5, ગીર-સોમનાથ 4, ગાંધીનગર - ખેડા - કચ્છ - જૂનાગઢ 3, આણંદ - મહેસાણા 2, રાજકોટ - વલસાડ 1 કેસ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જાય છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 363 કેસ નોંધાયા છે જયારે વધુ 29 લોકોના મૃત્યુ થયા છે આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 392 થઇ છે આ સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 5880 પહોંચી છે

  રાજ્યમાં અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.

 આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 363 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 13273 થઇ છે. તો કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 29 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આજે 293 લોકો ડિસ્ચાર્જ થયાં છે. તો છેલ્લાં કલાકમાં 6410 ટેસ્ટ કર્યા જેથી અત્યાર સુધી કુલ ટેસ્ટ 172562 કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 43 ટકા થયો છે.

આજે નવા 363 કેસમાંથી અમદાવાદ 275, સુરત 29, વડોદરા 21, સાબરકાંઠા 11, સુરેન્દ્રનગર 5, ગીર-સોમનાથ 4, ગાંધીનગર - ખેડા - કચ્છ - જૂનાગઢ 3, આણંદ - મહેસાણા 2, રાજકોટ - વલસાડ 1 કેસ નોંધાયા છે.

આજ દિવસ સુધીના જિલ્લાવાર નોંધાયેલ કેસ : 
•અમદાવાદ-9724 •વડોદરા-771 •સુરત-1256 •રાજકોટ-83 •ભાવનગર-114 •આણંદ-87 •ગાંધીનગર-201 •પાટણ-69 •ભરૂચ-37 •નર્મદા-15 •બનાસકાંઠા-99 •પંચમહાલ-72 •છોટાઉદેપુર-22 •અરવલ્લી-93 •મહેસાણા-95 •કચ્છ-64 •બોટાદ-56 •પોરબંદર-5 •ગીર-સોમનાથ-38 •દાહોદ-32 •ખેડા-57 •મહીસાગર-77 •સાબરકાંઠા-63 •નવસારી-14 : •વલસાડ-18 •ડાંગ-2 •દ્વારકા-12 : •તાપી-3 •જામનગર-46 •જૂનાગઢ-18 •મોરબી-2 •સુરેન્દ્રનગર-21 •અમરેલી-2 કેસ નોંધાયા છે.

 

(8:29 pm IST)