Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજપીપળામાં પહેલો રોજો રાખનાર 7 વર્ષીય મોહમદ હાસીમ ખોખરે વિશ્વમાંથી કોરોના વાયરસ નાબુદ થાય તેવી દુવા કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એક તરફ ગરમીનો પારો ઉચો ચઢતો જાય છે જેના લીધે આગ લગાડી દે તેવી કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે.જેમા મુસ્લિમ બિરાદરો રમઝાન માસના રોઝા રાખી નમાઝ પઢી અલ્લાહની બંદગી કરી રહ્યા છે.જેમાં નાના નાના ભૂલકા ઓ પણ કાળઝાળ ગરમીમાં પવિત્ર રમઝાન માસના રોઝા રાખી રહ્યા છે.
 રાજપીપળાના કસબાવાડ મા રહેતા મોહમદ હાસીમ ઈરફાન ખોખર એ સાત વર્ષની નાની ઉમર માં પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખુદાની બંદગી કરી પવિત્ર રમઝાન માસમાં ખાસ કરીને નાના ભુલકાઓ રોઝા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ કરતા હોય છે ત્યારે હાલ ના કોરોના વાયરસ ના કપરા સમયે આ બાળકે ખાસ કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ ને છુટકારો મળે તેવી દુવા માંગી હતી.

(8:06 pm IST)