Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉનમાં મજબૂરી : ડેડીયાપાડામાં છૂટક મજૂરી કરતા પરપ્રાંતિયોએ વતન જવા 3 ગર્દભ વેચી વતનની વાટ પકડી

પરિવારમાં 10 મહિલા,05 પુરુષ અને 12 બાળકો પૈકી એક ગર્ભવતી મહિલાની કાળઝાળ ગરમીમાં કફોડી દશા: 3 ગર્દભ(ગધેડા) વેચી ડેડીયાપાડાથી ટ્રકમાં નિકળ્યા પરંતુ ટ્રક ચાલકે પોઈચા ગામ પાસે ઉતારતા પગપાળા રાજપીપળા આવતા ભદામ પાસે વિસામો લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના વાયરસ માં લોકડાઉન માં થોડીક છૂટછાટ અપાઈ છે તેવામાં વહીવટી તંત્ર દ્વારા પણ પરપ્રાંતિયોને વતન મોકલવા વાહનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પરંતુ લોકડાઉનમાં કામ ધંધા બંધ થતાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં રહી છૂટક મજૂરી કામ કરતા રાજસ્થાન પાલીનો વણઝારા પરિવારમાં બાળકો, મહિલાઓ અને પુરૂષોનું એક જૂથ વતન જવા મદદની રાહ જોઈ રહ્યું હતું પરંતુ કોઈ મદદ ન મળતા આ પરિવાર પાસે પોતાની આવક નું સાધન એવા 3 ગર્દભ (ગધેડા) હોઈ આખરે એ વેચી વતન જવા ડેડીયાપાડાથી એક ટ્રક માં બેઠાં ટ્રક ચાલકે આ પરિવારને પોઈચા સુધી મુક્યા બાદ ત્યાંથી આ પરિવાર માં 10 મહિલા,05 પુરુષ અને 12 બાળકો જેમાં એક ગર્ભવતી મહિલા પણ હોય પગ પાળા રાજપીપળા આવવા નીકળ્યા પરંતુ કાળઝાળ ગરમી માં કફોડી હાલત થતા તમામેં ભદામ ગામ પાસેની એક બંધ હોટલ પાસે વિસામો લીધો જેથી રાજપીપળામાં રહેતા અને વણઝારા પરિવાર એક સેવાભાવી વ્યક્તિ ભગુભાઈ કાલુભાઈ વણઝારા ને જાણ થતાં તે અને યુથ કોંગ્રેસ ના અજયભાઈ વસાવા અને સતિષભાઈ વસાવા ત્યાં મદદે દોડી આવ્યા આ ત્રણ સેવાભાવીઓ એ નાના બાળકો અને મહિલા સાથે અટવાયેલા પરિવાર ને ભોજન સહિત ની વ્યવસ્થા કરી રાતવાસો ત્યાં કરવા અને સવારે વતન જવા વ્યવસ્થા કરવા જણાવી માનવતા બતાવી જરૂરી તમામ મદદ કરી હતી.

 જોકે ત્યાં હાજર કેટલાક લોકો ના જણાવ્યા મુજબ આ પરિવાર ને વતન મોકલવા વ્યવસ્થા કરવા તંત્ર ના કેટલાક અધિકારીઓ ને જાણ કરી પરંતુ કોઈ ખાસ મદદ મળે તેમ ન લાગતા આખરે આ ત્રણ સેવાભાવી વ્યક્તિઓ એ તમામ મદદ કરી હતી.

(8:02 pm IST)