Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

આણંદ રૂરલ પોલીસે સાંજના સુમારે ચિખોદરામાં આવેલ એક ફાર્મ હાઉસમાં દરોડા પાડી હાર જીતનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી 59 હજારની રકમ જપ્ત કરી

આણંદ:રૂરલ પોલીસે ગઈકાલે સાંજના સુમારે ચિખોદરા ખાતે આવેલા એક ફાર્મહાઉસમાં છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતમાં ૭ શખ્સોને ઝડપી પાડીને રોકડા ૫૯૮૦૦ જપ્ત કરીને તમામ વિરૂદ્ઘ જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે પેટ્રોલીંગ કરી રહેલી ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી કે, ચિખોદરા ગામની સીમમાં આવેલી કમલા પોલ્ટ્રી ફાર્મની બાજુના ફાર્મહાઉસમાં કેટલાક ઈસમો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં ફાર્મહાઉસની ઓરડીમાંથી જુગાર રમતાં ગોપાલ ચંપકલાલ સોની (આણંદ), જગદીશભાઈ રમણભાઈ શાહ (નડીઆદ), રવીન્દ્ર ભાઈલાલભાઈ પટેલ (બોરીયાવી), નિકુંજભાઈ હરેશભાઈ બારોટ (નડીઆદ), કમલેશભાઈ જગદીશભાઈ દવે (વિદ્યાનગર), હિતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ (નડીઆદ) અન હરેશભાઈ મનસિંગ ચૌહાણ (નડીઆદ)ને ઝડપી પાડ્યા હતા અને દાવ પરથી તેમજ અંગજડતીમાંથી મળી આવેલા કુલ ૫૯૮૦૦ રૂપિયા જપ્ત કર્યા હતા.

(5:40 pm IST)