Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કઠલાલ તાલુકાના છીપડીમાં ટ્રેકટર-આઇશર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કઠલાલ: તાલુકાના છિપડી તાબે વડવાળી મુવાડીમાં રહેતાં જશુભાઈ અંદરભાઈ રાઠોડ આજરોજ વહેલી સવારે ટ્રોલી જોડેલું ટ્રેક્ટર લઈ કપડંવજ માર્કેટમાં શાકભાજી લેવા નીકળ્યા હતાં. દરમિયાન તેઓ કપડવંજ નજીક આવેલ એસ્સાર પેટ્રોલપંપ નજીકથી પસાર થઈ રહ્યા હતાં. તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતાં આઈશર ન.ં જીજે-૦૭, એયુ-૭૭૩૩ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં જશુભાઈના ટ્રેક્ટરને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ટ્રોલી સહિત ટ્રેક્ટર રોડ પર પલટી ખાઈ જતાં ટ્રેક્ટરના ચાલક જશુભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતાં. જ્યારે આઈશરમાં સવાર અલ્પેશભાઈ અનિલભાઈ રાવળને પણ ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જશુભાઈ અંદરભાઈ રાઠોડની ફરિયાદને આધારે કપડવંજ ટાઉન પોલીસે આઈસરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:40 pm IST)