Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

વડોદરા:યાકુતપુરામાં 15 દિવસ અગાઉ લોકડાઉનનો લાભ લઇ ગઠિયાઓએ લેડીઝ ગાર્મેન્ટની દુકાનમાંથી 7.57 લાખની મતાની ઉચાપત કરતા ગુનો દાખલ

વડોદરા: યાકુતપુરા સોદાગર બિલ્ડિંગમાં આવેલી લેડિઝ ગારમેન્ટની દુકાનમાંથી ૧૫ દિવસ પૂર્વે ચોર ટોળકી રોકડા ૭.૫૭ લાંખ રૃપિયા લઇ ગઇ હતી. લોકડાઉનના કારણે ઘરની બહાર નીકળી શકાતુ ન હોય હાલમાં વેપારીઓ સિટિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, યાકુતપુરા પટેલ ફળિયામાં રહેતાં મહંમદ ઇકબાલ કાદરભાઇ શેખજીવાલાની સોદાગર બિલ્ડિંગમાં લેડિઝ ગારમેન્ટની દુકાન છે. દુકાન પર તેમના પિતા કાદરભાઇ તથા ભત્રીજો મહંમદ ઇરફાન પણ બેસે છે. હાલમાં કોરોના વાયરસના કારણે દુકાન બંધ છે. આ દુકાન પર કાદરભાઇ દિવસ-રાત રહેતા માત્ર નમાઝ પઢવા તેમજ જમવા માટે દુકાનને તાળું મારીને જતા હતા.

(5:36 pm IST)