Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

અમદાવાદના બોડર્કદેવમાં વકીલાતનો વ્યવસાય કરતા શખ્સને થયો કડવો અનુભવ:પેટીએમ કેવાયસી કરવાના બહાને ભેજાબાજ 9હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા

અમદાવાદ:બોડકદેવમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા ધવલજી નાણાવટી વકીલાતનો વ્યવસાય કરે છે. તેમના મોબાઇલ પર અજાણ્યા શખ્સે ફોન કરીને પેટીએમ કેવાયસી પેન્ડિંગ છે કહીને ઓનલાઇન વેરિફિકેશન માટે કોલ કર્યો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ આ શખ્સે પેટીએમ એપ્લિકેશનના પાસબુકમાં જઈને ક્રેડિટ કાર્ડની ડિટેઇલ ભરવા જણાવ્યું હતું.

આથી ધવલભાઇ એ પોતાના મોબાઇલમાં પેટીએમ પાસબુકમાં ક્રેડિટ કાર્ડની ડિટેલ નંબર તથા પીન નંબર વગેરે સબમીટ કર્યા હતા ત્યારબાદ તેમણે 9499 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યુ હતું ત્યારબાદ આ શખ્સે ધવલભાઇના એકાઉન્ટમાંથી 1095261 રૂપિયાની ઉચાપત કરી હતી. ધવલભાઇએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:35 pm IST)