Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

નર્મદા ના કેટલાક વેપારીઓ ને લોકડાઉન ની છૂટછાટ વચ્ચે સોશ્યલ ડીસટન્સીંગ બાબતે પોલીસે પાઠ ભણાવ્યા

દુકાનો પર જતાં ગ્રાહકોએ પણ ઉતાવળા ન બની પોતાની જવાબદારી સમજવી જરૂરી છે.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હાલ રાજપીપળા સહિત નર્મદા જીલ્લામાં લોકડાઉંન-૪ વચ્ચે સરકારે આપેલી છૂટ દરમ્યાન બજારો ખુલી ગયા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા બજારોમાં પણ લોકોની ભીડ ઉમટી પડી છે ત્યારે આવા સમયે તંત્ર પણ માસ્ક, સોશ્યલ ડિસ્ટર્ન્સિંગનો આગ્રહ રાખે તે સ્વાભાવિક છે પરંતુ દુકાનો પર ગ્રાહકો પણ ઉતાવળા થઇ ખરીદી કરવા નિયમો તોડે છે ત્યારે પોલીસે આ મામલે કડક અભીગમ અપનાવ્યો છે અને તે મામલે રાજપીપળા સહિત નર્મદાના કેટલાક વેપારીઓ સામે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે ત્યારે પોલીસે વેપારીઓને તેમની જવાબદારી બતાવી તે યોગ્ય છે પરંતુ જવાબદારી વિના આદત સે મજબૂર બની દુકાનો ઉપર ખરીદી સમયે સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યા વિના કે માસ્ક પહેર્યા વિના જાહેરનામાનો ભંગ કરતા પ્રજાજનોને પણ પોલીસે કાયદાના પાઠ ભણાવવા જોઈએ તેવી લોકમાંગ છે. 

 સરકાર આટલી જાહેરાતો કરે છે છતાં કેટલાંક બિન્દાસ બની ફરતા લોકો એ પણ તંત્ર ને સાથ આપી કાયદાનું પાલન કરવું રહ્યું નહીતો આવનારા સમય માં કોરોના વાયરસ વધુ વિકરાળ બને એ માટે તંત્ર નહિ બલ્કે ખુદ અમુક લોકો જ જવાબદાર હશે.

(3:58 pm IST)