Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉન ખોલવાનું કહેનાર યુવતીની અંતે ધરરપકડ થઈ

ટિકટોક પર વિડિયો વાયરલ થયો : ટિકટોક પર વિડિયો બનાવી વાયરલ કરાયો હતો : યુવતી નર્સ તરીકે કામ કરે છે : યુવતીનો જામીન પર છુટકારો થયો

અમદાવાદ, તા. ૨૧ : શહેરભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. એકબાજુ ડીજીપી સમગ્ર રાજ્યમાં લોકડાઉનના ચુસ્તપણે પાલન કરાવવા માટે મથી રહ્યાં છે તો બીજી બાજુ ટિકટોકર્સ પણ વિડીયો બનાવવા માટે લોકડાઉનનો ભંગ કરી રસ્તા પર નીકળી રહ્યાં છે. આવી રીતે ઇસનપુર પોલીસે ટિકટોક પર વિડીયો બનાવનાર ૨૧ વર્ષની સોનુ નાયકની ધરપકડ કરી હતી. સોનુ નાયકે ઈસનપુર બ્રિજ પર ટિકટોક વિડીયો બનાવીને લોકડાઉન ખોલવાની વાત કરી હતી. જો કે, ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને સોનુ નાયક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

           પછી પોલીસે લોકડાઉનના ભંગ બદલ સોનુની ધરપકડ કરી હતી. ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ પણ પહેલા અનેકવાર ચેતવણી આપી હતી કે જે પણ લોકડાઉનના નિયમનો ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ૨૧ વર્ષની સોનુ નાયક પ્રાઈવેટ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. સોશિયલ મીડિયા ટિકટોક પર તેનો વિડીયો વાયરલ થતાં તે ફેમસ થઈ હતી. ઇસનપુર પોલીસ સ્ટેશનના જે.એમ.સોલંકીએ જણાવ્યું કે, સોનુ ઇસનપુર બ્રિજ પર આશરે રાત્રે કલાકે પહોંચી હતી. પછી તેણે વિડીયો રેકોર્ડ કર્યાે હતો. જેમાં તે એવું કહેતી સંભળાય છે કે, છે અમારા ઇસનપુરનો બ્રિજ છે, જે પડ્યો છે કોરેકોરો, મોદીજી લોકડાઉન ખોલો.' એક વિડીયોમાં તે લોકડાઉનના ભંગની વાત કરે છે ત્યારે બીજા વિડીયોમાં લોકડાઉન ખોલી નાખવાની વાત કરતી જોવા મળે છે. જ્યારે અન્ય એક વિડીયોમાં તે એવું કહેતી જોવા મળે છે કે, લોકડાઉન પતે ને એટલે આવી રીતે સુઈને બતાવજો, મેં તો બતાવી દીધું હવે તમે પણ બતાવજો.

(10:19 am IST)