Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

પ્રાતિંજમાં પાન-બીડીના વેપારીઓની ઉઘાડી લૂંટ

વિમલનું પેકેટ બજાર ભાવ કરતાં ઊંચા ભાવે વેચાયઃ ૧૨૫માં વેચાતું વિમલનું પેકેટ ૭૦૦ સુધીમાં વેચાણ થયું હતું તો હાલ લોકડાઉન ૪.૦ માં ગુટકા પર પ્રતિબંધ ઉઠ્યો

પ્રાંતિજ, તા. ૨૧ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પાન-બીડીના વેપારી દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. તો વેપારીઓ દ્વારા અગાઉ પણ પ્રતિબંધ હોવા છતાં પ્રાંતિજમાં ઊંચા ભાવે મલાઈ લીધી છે તો ગુટકા ઉપર પ્રતિબંધ ઉઠ્યો અને માલ આવ્યો છતાં પણ વેપારી દ્વારા સરેઆમ ઉઘાડી લૂંટ થવા છતાં જવાબદાર તંત્ર ઘોર નિદ્રામાં છે. અગાઉ પણ લોકડાઉનમાં ગુટકા ઉપર પ્રતિબંધ હોવા છતાં પાનબીડીના વેપારીઓ દ્વારા ઊંચા ભાવે વેચવામાં આવ્યો હતો અને ૧૨૫માં વેચાતું વિમલનું પેકેટ ૭૦૦ સુધીમાં વેચાણ થયું હતું તો હાલ લોકડાઉન . માં ગુટકા પર પ્રતિબંધ ઉઠાવ્યો છે અને રાબેતા મુજબ વિમલ સહિતનો ગુટકાનો માલ બજારમાં આવ્યો હોવા છતાં હાલ લોકડાઉનમાં મલાઈ ખાધેલા વેપારીઓ હજુ પ્રતિબંધ ઉઠી ગયો ને નિયમિત રીતે માલ આવ્યો છતાં પણ બજારમાં ૧૨૫ ના પેકેટના ૨૦૦માં વેચાણ થાય છે.

             ત્યારે હાલ તો બજારમાં માલ આવ્યા પછી પણ પાન બીડીના હોલસેલ વેપારી દ્વારા ખાલી ચિઠ્ઠી ઉપર ધંધો કરે છે અને તેવાને કોઈ પણ બિલ પણ આપતા નથી ત્યારે જવાબદારતંત્ર જાહેરમાં ભાવ વધારો લેવાતો હોવા છતાં અને ચિઠ્ઠી ઉપર ધંધો થતો હોવા છતાં ઇન્કમટેક્ષ વિભાગ તથા જવાબદાર તંત્ર તથા સ્થાનિક તંત્ર હાલ તો ગોર નિદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો બીજી બાજુ સરકાર દ્વારા આવા કાળાબજારીઓ સામે એક્શન લેવાની વાતો કરે છે ત્યારે બીજી બાજુ સરકારી બાબુઓ ગોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પણ શું આવા વેપારીઓ કે આવા જાહેરમાં કાળાબજારીઓ કરતાં વેપારીઓ સામે કોઈ એક્શન લેવામાં આવશે કે કેમ તો હવે જોવું રહ્યું.

(10:18 am IST)