Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

શહેરમાં ઇ-મેમો આપવાની કામગીરી શરૂ કરી દેવાઈ

બહાર ફરવાની ઉતાવળમાં ક્યાંક ભૂલ ન કરતાં : લોકડાઉન-૪માં સરકાર દ્વારા કેટલીક છુટછાટો અપાતા રોડ ઉપર વાહન ચાલકોની અવરજવર શરૂ થતાં નિર્ણય

અદાવાદ, તા. ૨૧ : કોરોનાની મહામારી દરમિયાન કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે લોકડાઉન .૦માં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ અપાતા સૂમસામ થયેલા રસ્તાઅઓ પર ફરી વાહન ચાલકોની અવરજવર જોવા મળીછે. સાથોસાથ ટ્રાફિકને લઈને પણ કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે ટ્રાફિક નિયમન કરાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના સિગ્નલ પણ હવે શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત આજથી ટ્રાફિક પોલીસ દ્વારા -મેમો આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

         જે વાહન ચાલક રેડ સિગ્નલ તોડશે તેને -મેમો ઇશ્યુ કરવામાં આવશે. લોકડાઉનમાં છૂટછાટ આપતા ટ્રાફિક પાલીસે કામગીરી શરૂ કરી દીધી છે. જો કે ઉપરાંત પણ કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી ટુ વ્હીલરમાં એક વ્યક્તિ અને ફોર વ્હીલરમાં વ્યક્તિ બેસવાની છૂટછાટ આપવામાં આપી છે. ત્યારે નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે પણ ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે અમદાવાદ શહેરમાં હજી પણ રીક્ષા ચાલકોને મજૂરી આપવામાં આવી નથી. છતાં પણ કેટલાક રીક્ષાચાલકો છે જે રસ્તાઓ પર નીકળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા રીક્ષા ચાલકોની પુછપરછ કરીને જો કોઈ વ્યાજબી કારણ લાગે તો તેને જવા દેવામાં આવે છે.

(9:51 pm IST)