Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન બાદથી જાહેરનામા ભંગના ૪૯૦ ગુના નોંધાયા છે

૮૯૭ આરોપીઓની અટકાયત કરાઈ છે : રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા : લોકોને સહકાર આપવા અપીલ : જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનને રાજ્યભરમાં હજુ સુધીમાં જોરદાર આવકાર

અમદાવાદ,તા. ૨૫ :  રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ બાદ કઠોર નિયંત્રણો લાગૂ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજે ઉપયોગી આંકડા પણ આપવામાં આવ્યા હતા. સાથે સાથે રાજ્યવ્યાપી લોકડાઉનને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાની વાત પણ કરી હતી.  રાજયની ડીજીપી શિવાનંદ ઝાએ આજે મહત્વની જાહેરાત કરી હતી કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કરિયાણાની દુકાનો, શાકભાજી, દૂધ અને આવશ્યક સેવાના સ્થળોએ હજુ પણ કયાંક કયાંક લોકોની ભીડભાડ અને ટોળા જોવા મળી રહ્યા છે ત્યારે તેઓને કોરોનાના કહેરથી બચવા માટે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા ખાસ અનુરોધ કરવામાં આવે છે. જો કે, નાગરિકોને આવા ભીડભાડવાળા સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં પોલીસ પણ મદદરૂપ બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સની જાગૃતતા કેળવાય અને લોકો ચોકક્સ અંતર રાખી એકબીજાથી દૂર રહે તે માટે પોલીસ હવે અસરકારક ભૂમિકા ભજવશે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કલમ-૧૪૪ના જાહેરનામા ભંગના ૧૫૧ કેસો કરવામાં આવ્યા છે.

          આમ, જાહેરનામા ભંગના રાજયમાં કુલ ૪૯૦ કેસો થયા છે તો, ૩૫૩ લોકોની અટકાયત કરવામાં આવી છે તો, કુલ અટકનો આંક ૮૯૭ થયો છે. ડીજીપી શિવાનંદ ઝાએ ઉમેર્યં હતું કે, લોકડાઉનમાં પાસ આપવાની સત્તા જે તે કલેકટરની છે., સુરતમાં ટોકન સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. રાજયમાં પોલીસે આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં બિનજરૂરી રીતે ઘરોની બહાર નીકળેલા લોકો સામે કડક કાર્યવાહી કરાવી હતી. કયાંક પોલીસે આવા તત્વોને ઉઠક બેઠક કરાવી હતી તો કયાંક જાહેરનામા ભંગ બદલની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ડીજીપી શિવાનંદ ઝાએ ગઇકાલે કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા મીડિયા કર્મી સાથે હાથ ચાલાકી કરવાના કિસ્સામાં પોલીસને સ્પષ્ટ કર્યું હતું કે, મીડિયા કર્મીઓને તેમની ફરજ નિભાવવામાં  પોલીસ અંતરાયરૂપ બને નહી. મીડિયાકર્મીઓને મંજૂરી અપાયેલી છે.

મીડિયાકર્મીઓ આ કપરા સમયમાં પોલીસની સાથે ખભેખભા મીલાવીને કામગીરી રહ્યા છે, તેથી તેઓને પૂરતો સહકાર આપવો. ડીજીપી ઝાએ ખાસ સ્પષ્ટ કર્યું કે, દવા, દૂધ, શાકભાજી લેવા આવતા લોકો સાથે સંયમથી વર્તવા પોલીસને સૂચના આપી છે. જ્યાં આવશ્યક સેવાઓ છે ત્યાં લોકોને અવરજવર કરવા દેવા પોલીસને સૂચના છે. જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સના અમલ માટે પણ પોલીસ જોડાઈ રહી છે.પોલીસને પ્રજા તરફથી જે સહકાર મળ્યો છે એ મળતો રહે. લોકોનો સહકાર પણ મળી રહ્યો છે એ બહુ સારી અને ગૌરવની વાત છે.

લોકડાઉનની સાથે સાથે

અમદાવાદ, તા. ૨૫ :  રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ બાદ કઠોર નિયંત્રણો લાગૂ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજે ઉપયોગી આંકડા પણ આપવામાં આવ્યા હતા. લોકડાઉનની સાથે સાથે નીચે મુજબ છે.

જાહેરનામા ભંગના કેસ.................................. ૪૯૦

ક્વોરનટાઇન કાયદા ભંગના કેસ.................... ૨૩૬

લોકોની ધરપકડ કરાઈ................................. ૮૯૭

ગુના દાખલ કરાયા.......................................... ૮૯

(10:09 pm IST)