Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર '7433000104' જાહેર : વોટ્સએપ કરીને મેળવી શકશો કોરોનાની તમામ માહિતી

મેસેજમાં નમસ્તે લખવાનું રહેશે. ત્યારબાદ મોબાઇલ ફોન પર કોરોનાની તમામ માહિતી મળી જશે.

ગાંધીનગરઃ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો કહેર જોવાઈ રહયો છે રાજ્યમાં કુલ 39 કેસ નોંધાઈ ચુક્યા છે સંપૂર્ણ ભારતને 21 દિવસ માટે લૉકડાઉન કરી દેવાયુ છે ,રાજ્ય અને કેન્દ્ર સરકાર આ કોરોના વાયરસના નિવારણ માટે સતત પ્રયત્ન કરી રહી છે. હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની જનતાને કોરોના વાયરસની તમામ માહિતી મળી રહે તે માટે  હેલ્પલાઇન નંબર જારી કર્યો છે.

   જો કોઈ વ્યક્તિએ કોરોના અંગે કોઈ માહિતી મેળવવી હોય તો '7433000104' આ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. આ મેસેજમાં તમારે નમસ્તે લખવાનું રહેશે. ત્યારબાદ તમને તમારા મોબાઇલ ફોન પર કોરોનાની તમામ માહિતી મળી જશે.
   રોજ કમાવીને રોજ ખાનારા ગરીબો બે દિવસથી કામધંધો રોજગાર બંધ હોવાથી બેરોજગાર બન્યા છે. આવક ન થવાથી આવા પરિવારો કફોડી સ્થિતિમાં ન મૂકાયા તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી કે, ગુજરાતના ગરીબોને 21 દિવસ મફત અનાજ આપવામાં આવશે. કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

(8:50 pm IST)