Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પેટલાદ રૂરલ પોલીસે બપોરના સુમારે વડદલા ગામની નહેર પર છાપો મારી હાર જીતનો જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા

પેટલાદ: રૂરલ પોલીસે ગઈકાલે બપોરના સુમારે વડદલા ગામની નહેર પર છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં ૬ શખ્સોને ઝડપી પાડીને રોકડા ૭૧૧૦, ત્રણ મોબાઈલ ફોન, તેમજ રીક્ષા સાથે કુલ ૫૯૧૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા શખ્સોમાં રાવજીભાઈ પુંજાભાઈ રાઠોડ, કાંતિભાઈ મોહનભાઈ ઠાકોર, ચંદુભાઈ ઉર્ફે બકો રણછોડભાઈ ઠાકોર, નારણભાઈ લલ્લુભાઈ ઠાકોર (રે. વડદલા), જયંતિભાઈ પ્રભાતભાઈ ઠાકોર (ખડાણા)અને કનકસિંહ ગણપતસિંહ પઢીયાર (પાદરા, મુંજપુર)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ વિરૂધ્ધજુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(5:28 pm IST)