Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

નડિયાદ તાલુકાના ચકલાસીમાં અગાઉ ગુજરી ગયેલ વિધવા મહિલાની જમીન પુત્રો સાથે મળી પિતાએ છેતરપિંડીથી પચાવી પાડતા ગુનો દાખલ

નડિયાદ: તાલુકાના ચકલાસી સીમમાં આવેલ જમીનના માલિક વિધવા મહિલા ૫૦ વર્ષ અગાઉ ગુજરી ગયા હોવા છતાં ત્રણ વ્યક્તિઓએ ગામમાં એક મહિલાને ઊભી કરી આ જમીનના માલિક તરીકે બતાવી નોટરી સમક્ષ પાવર ઓફ એટર્ની બનાવ્યા બાદ જમીન વેચાણ દસ્તાવેજથી પોતાના નામે કરી લેતાં મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે પંડિતનગરમાં રહેતા બબુભાઈ ડાહ્યાભાઈ વાઘેલાના દાદા રમતુભાઈ વાઘેલાએ આજથી ૫૦ વર્ષ અગાઉ ચકલાસીમાં રહેતા વિધવા બાઈ ઉરબાઈ રસુલભાઈ ગરબડના નામે ચાલતી ચાર સર્વે નંબરવાળી ચાર મિલ્કત (ખેતીલાયક જમીન) વેચાણ રાખી હતી. જે પૈકી બે મિલ્કત દસ્તાવેજના આધારે પોતાના નામે ચઢાવી લીધી હતી. બાકીની બે મિલ્કતનો દસ્તાવેજ ન હોઈ નામે ચઢાવી શક્યા ન હતા. જે પૈકી સર્વે નં. ૧૧૪૯/૨ નંબરવાળી જમીન ચકલાસીમાં રહેતા બચુભાઈ શનાભાઈ વાઘેલાઓએ સને ૨૦૧૫માં દાદાગીરી કરી બબુભાઈ વાઘેલા પાસેથી લઈ લીધા બાદ તેના પર કબજો જમાવી દીધો હતો. પોતાની પાસે સન ૨૦૧૫માં આ સર્વે નં. ૧૧૪૯/૨ના કોઈ કાગળો ન હોઈ બબુભાઈ ચૂપ બેઠા હતા.

(5:25 pm IST)