Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનના કારણોસર વાહન વ્યવહાર ખોરવાઈ જતા પ્રાંતિજમાંથી રાજસ્થાનના શ્રમિકો ચાલતા ચાલતા વતને જવાની નોબત આવી

પ્રાતિજ:કોરોના વાઈરસની દહેશતને લઈને તેને અકાવવા માટે સરકાર દ્વારા કેટલાક પ્રયાસો હાથ ધર્યા છે તેમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે અને તેનો ચુસ્ત પણે અમલ કરાવવામાં આવી રહયો છે ત્યારે પ્રાંતિજ તાલુકામાં આવેલી 10 જેટલી ફેકટરીઓ તેમજ કારખાના ઉદ્યોગોમાં તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવી છે અને આ ફેકટરીઓમાં કામ કરતા મજદૂરમાંથી 500 કરતાં વધુ મજદૂરો પોતાના વતની તરફ જવા માટે રવાના થયા છે સરકાર દ્વારા  ટેકસી,રીક્ષા,લકઝરી બસ,પબ્લીક ટ્રાન્સપોર્ટ તેમજ ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી તેમને વતન જવા માટે મુશ્કેલી ઉભી થઈ છે જેથી તેઓએ ચાલતી પકડી છે.તો કેટલાક બિહાર,હરીયાણા,કેરલા બાજુના મજૂરોને ફેકટરીના માલિકો દ્વારા સુરક્ષિત જગ્યાએ રોકાવાની વ્યવસ્થા કરી આપી છે.

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને રાહત આપવામાં આવી છે જયારે ફેકટરીઓ અને કારખાનાના માલિકોએ પણ ઉદ્યોગ ધંધા બંધ કરી જરૂરીયાત મંદ કામદારોને એક માસનો એડવાન્સ પગાર ચૂકવી માનવતા દાખવી છે.

(5:23 pm IST)