Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ગાંધીનગરમાં કોરોના વાયરસ સે-29થી લઈને સે-23માં ફેલાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

ગાંધીનગર: શહેરના સેક્ટર-૨૯માં રહેતા ઉમંગ પટેલ દુબઇથી પરત આવ્યા બાદ જરૂરી ચેકઅપ નહીં કરવાને કારણે કોરોનોનો ભોગ તે પોતે બન્યો હતો અને વાયરસથી તેને તેના પરિવારજનોને પણ ચેપગ્રસ્ત કર્યા હતા. સાથે સાથે તે સે-૨૯માં રહે છે તે વિસ્તાર અને ત્યાર બાદ સે-૨૩માં તેના ફોઇ અને ફુવા રહે છે તે વિસ્તારમાં પણ આ કોરોના વાયરસ ફેલાયો હતો. જેના કારણે જ તેના ફઇ અને ફુવા પણ આજે પોઝિટિવ આવ્યા છે. 

ચીનમાં ઝેરી પ્રાણીમાંથી ઉદ્ભવેલા વાયરસે મનુષ્યમાં પ્રવેશ કર્યા બાદ તેની ઘણી બધી આડઅસરોના કારણે આ વાયરસ જીવલેણ બન્યો છે. એટલું જ નહીં સમગ્ર વિશ્વમાં હજારો વ્યક્તિઓ આ જીવલેણ વાયરસથી પ્રભાવીત થયા છે. જ્યારે આ વાયરસ ચેપી દર્દી થકી સંક્રમીત થતો હોવાના કારણે એક દેશથી બીજા દેશ સરળતાથી ફેલાયો છે. 

(5:23 pm IST)