Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોક ડાઉનની અસર:આણંદ જિલ્લામાં શાકભાજી સહીત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ ત્રણ ગણા

આણંદ:જિલ્લામાં શાકભાજી સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ વેચતા કેટલાક વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રાહકોની મજબુરીનો લાભ લઈ કેટલાક વેપારીઓ દ્વારા બમણાંથી ત્રણ ગણાં ભાવ વસુલી રહ્યા છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી ગ્રાહકો સાથે લૂંટ ચલાવતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણાં દિવસથી માર્ગદર્શિકા બહાર પાડી સમયાંતરે કોરોના વાયરસની મહામારીને નાથવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. રવિવારના રોજ જનતા કરફ્યુ બાદ પણ રાજ્ય સરકાર દ્વારા લોકોને ૨૫મી માર્ચ સુધી જનતા કરફ્યુ રાખવાની અપીલ કરાઈ હતી. 

દરમ્યાન સોમવાર રાત્રિના સુમારે ગાંધીનગર ખાતે મળેલ બેઠકમાં સમગ્ર ગુજરાત રાજ્યને લોકડાઉન કરવાની જાહેરાત કરાતા ગઈકાલ રાત્રિથી જ આણંદ જિલ્લામાં આવેલ દૂધના પાર્લર તેમજ કરિયાણાની દુકાનો ખાતે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

(5:21 pm IST)